Time_Gujarati

Hu Samay Chhu

295.00

Publisher: Aatman Innovations Pvt Ltd

Language:  Gujarati

Binding Type: Paperback

Total Pages:  256 pages

ISBN 10: 9384850659

ISBN 13:  978-9384850654

Reading Age: 14 years and above

Item Weight:  650 g

Dimensions:  20.3 x 25.4 x 4.7 cm

Country of Origin: India

499 in stock

SKU: Time_Guj Category:

Product Description

‘હું સમય છું’ આ પુસ્તક બેસ્ટસેલર્સ ‘હું મન છું’, ‘હું કૃષ્ણ છું’ અને ‘૧૦૧ સદાબહાર વાર્તાઓ’ના લેખક તથા સ્પિરિચ્યુઅલ સાયકો-ડાયનામિક્સના પાયોનિયર દીપ ત્રિવેદીએ લખ્યું છે.

મનુષ્યજીવનને ઊંડાણથી સમજવા અને સમજાવવા વાળા દીપ ત્રિવેદીએ વિશ્વની અંતિમ અને નિર્ણાયક સત્તા સમયનાં રહસ્યોનું પોતાનાં આ પુસ્તક ‘હું સમય છું’ માં રહસ્યોદ્ઘાટન કર્યું છે. આ પુસ્તકમાં દીપ ત્રિવેદીએ ઘડિયાળના કાંટાથી પર સમયનાં કેટલાંય સ્વરૂપનો ખુલાસો કર્યો છે. એટલું જ નહી, એમણે માત્ર આ સ્વરૂપોની વિસ્તારથી ચર્ચા જ નથી કરી, પણ એના પ્રભાવોને પણ સમજાવ્યા છે.

આ પુસ્તકની વિશેષ વાત એ કે લેખકે એમાં એટલી સરળ ભાષાનો ઉપયોગ કર્યો છે જેનાથી સાધારણ મનુષ્ય પણ સમય જેવી મહાસત્તાની સમગ્ર કાર્યપ્રણાલી આસાનીથી સમજી શકે. આ પુસ્તકમાં એ સ્પષ્ટ થાય છે કે એક સમય જ છે જેના લીધે માત્ર મનુષ્ય જ નહી પણ સમગ્ર બ્રહ્માંડ ચલાયમાન છે અને મનુષ્યજીવનમાં આવનારા તમામ ઉતાર-ચઢાવ પણ સમયને જ આધીન છે. તેથી મનુષ્યજીવન ચાહે સરળ બનાવવું હોય કે પછી બ્રહ્માંડનાં ગહન રહસ્ય સમજવા હોય, સમયનાં ઊંડા સ્વરૂપોને સમજ્યા વગર આમાંનું કંઈ પણ શક્ય નથી. એટલા માટે આ વાત ઉપર વિશેષ ધ્યાન આપીને લેખકે મનુષ્યોને એમનો ખરાબ સમય સારો બનાવવાના કેટલાંય સરળ ઉપાય પણ બતાવ્યા છે. એ વાત તો નક્કી છે કે જે પણ સમય સાથે તાલમેળ સાધી લેશે, એક સુખી અને સફળ જીવન જીવવું એનું નસીબ બની જશે.

આ પુસ્તક હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.