Product Description
કણથી બ્રહ્માંડ સુધી… જીવાણુંથી પ્રાણી સુધી… તમારાથી અસ્તિત્વ સુધી – સર્વસ્વ સાયકોલૉજી છે!
વ્યવસાયથી સફળતા સુધી, સંબંધોથી ખુશીઓ સુધી અને સમસ્યાઓથી સમાધાન સુધી – સર્વસ્વ સાયકોલૉજી છે!
ચોક્કસપણે જ જ્યારે આ દુનિયામાં સર્વસ્વ સાયકોલૉજી સિવાય બીજું કંઈ છે જ નહીં, તો આ સ્થિતિમાં મનુષ્યના મન અને કુદરતની કાર્યપદ્ધતિઓને સમજવા માટે ઓછામાં-ઓછું સાયકોલૉજીનું ફન્ડામેન્ટલ જ્ઞાન તો હોવું જ જોઈએ. આ જ્ઞાનની મદદથી તમે કુદરત સહિત મનુષ્યો અને પરિસ્થિતિઓ સાથે ડીલ કરવા માટે હંમેશા તૈયાર રહેશો. સાથે જ, સાયકોલૉજીનું જ્ઞાન તમને જીવનના દરેક ક્ષેત્ર, જેમ કે સંબંધો, આરોગ્ય, કરિયર, અર્નિંગ્સ, ફાઈનાન્સ વગેરેમાં જીતવા માટે પણ સહાયક છે.
પરંતુ અત્યંત દુ:ખની વાત છે કે દુનિયામાં સાયકોલૉજિકલ જ્ઞાનના અભાવમાં તમે પોતાનું જીવન બહેતર બનાવવા માટે તેનો ઉપયોગ જ નથી કરી શકતા.
પણ હવે ચિંતાની કોઈ વાત નથી…!
કેમકે માસ્ટર ઑફ સાયકોલૉજી તથા બેસ્ટસેલિંગ લેખક, દીપ ત્રિવેદીએ પોતાનાં નવા પુસ્તક, ‘‘સર્વસ્વ સાયકોલૉજી છે’’ માં સાયકોલૉજીના ફન્ડામેન્ટલ્સને ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યા છે, જે દરેક ક્ષેત્રમાં કાર્યરત તમામ વય જૂથના લોકોને નીચે લખેલી વાતો શીખવાડશે:
- દરેક વસ્તુ અને દરેક વ્યક્તિની આર-પાર કેવી રીતે જોવું
- મનુષ્યો તથા પરિસ્થિતિઓમાં આવી રહેલા પરિવર્તનો સાથે કેવી રીતે ડીલ કરવું
- પરફેક્ટ સાયકોલૉજીમાં કેવી રીતે સ્થિત થવું
- નેચરની સાયકોલૉજી સાથે ટ્યૂન્ડ થઈને કેવી રીતે એની સહાયતાથી પોતાનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવો
તેથી બસ સાયકોલૉજિકલ પાવર જગાડો અને કરો દુનિયા પર રાજ!
‘‘સર્વસ્વ સાયકોલૉજી છે’’ પ્રખ્યાત વક્તા અને ‘હું મન છું’, ‘હું કૃષ્ણ છું’ (કૃષ્ણની સંપૂર્ણ આત્મકથા), ‘101 સદાબહાર વાર્તાઓ’, ‘3 આસાન સ્ટેપ્સમાં જીવનને જીતો’ તથા ‘તમે અને તમારો આત્મા’ જેવાં અનેક બેસ્ટસેલિંગ પુસ્તકોના લેખક દીપ ત્રિવેદીનું નવું પુસ્તક છે.
આ પુસ્તક અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષામાં બધા પ્રમુખ બુક સ્ટોર્સ અને ઈ-કોમર્સ સાઈટ્સ પર ઉપલબ્ધ છે.