Sale!
obama-(Gujarati)

Mane Sahishnuta Na Shikhvo – Bharat

199.00 160.00

496 in stock

SKU: India_Gujarati Category:

Product Description

મને સહિષ્ણુતા શીખવોભારત આ પુસ્તકમાં પ્રથમ વ્યક્તિના દ્રષ્ટિકોણથી બ્રહ્માંડ અને બધાં પ્રાકૃતિક પદાર્થોની ઉત્પત્તિ વિશે સવિસ્તાર લખાયું છે, અને સૃષ્ટિ રચના દરમિયાન, એ તમામ પદાર્થોની મહાન સહિષ્ણુતાને પણ દર્શાવવામાં આવી છે.

આ પુસ્તક વાસ્તવિક સહિષ્ણુતાને પરિભાષિત કરે છે અને એ જ આધાર પર, ભારત અને ભારતના રાજનૈતિક પક્ષો તથા ધર્મોની સહિષ્ણુતાને પારખે છે. આમાં ભારતના અમુક ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓની તથા વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તેમના પદ પ્રત્યેની સહિષ્ણુતાની સમીક્ષા કરી છે, જેમાં મોદીજીની સંપૂર્ણ સાયકોએનાલિસિસ સમાવિષ્ટ છે, કે તેઓ શું અને કેવી રીતે વિચારે છે અને તેમના મગજમાં ખરેખર શું ચાલી રહ્યું છે, જેમ કે તેમણે શું કર્યું, શું કરવાનું બાકી રહી ગયું, તેમણે શું કરવું જોઈએ અને શું નહીં.

સહિષ્ણુતા એક વ્યાપક શબ્દ છે, જેનો કોઈપણ વ્યક્તિ અથવા રાષ્ટ્રના સુખ અને સમૃદ્ધિ સાથે સીધો સંબંધ છે. આ પુસ્તકમાં ભારત શા માટે લાંબા સમય સુધી ગુલામ બની રહ્યું તેના કારણો આપ્યા છે, તેમ જ ભવિષ્યનાં જોખમો પ્રત્યે સાવધાન પણ કરવામાં આવ્યા છે.

આ પુસ્તમાં એ વાતને મહત્વ આપ્યું છે કે ભારતના યુવાવર્ગને સાચો માર્ગ બતાવવો અને તેમના દ્વારા સહિષ્ણુતા અપનાવીને આગળ વધવું એ જ પ્રગતિનો એકમાત્ર માર્ગ છે, કેમકે એ નિયમ છે કે જે જેટલો સહિષ્ણુ છે, તે તેટલી પ્રગતિ કરે છે.

આ પુસ્તક અમેરિકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન ભારતીયોને સહિષ્ણુતાનો પાઠ ભણાવવાની તેમની કોશિશ પછી લખવામાં આવ્યું છે. તેમને તીક્ષ્ણ જવાબ આપતા, આ પુસ્તકમાં ‘ભારત’ એક રાષ્ટ્ર સ્વરૂપે, દરેક ક્ષેત્રમાં ભારતીયોની સહિષ્ણુતાનું વિશ્લેષણ કરે છે.

આ પુસ્તક બધાને માટે અણમોલ છે, જેથી પોતાની સહિષ્ણુતાને ચકાસીને દરેક માણસ સુખ અને સમૃદ્ધિનાં માર્ગ ઉપર આગળ વધી શકે. આ પુસ્તક ભારતને પ્રગતિનાં પંથે પ્રગતિ કરવામાં માર્ગદર્શક સાબિત થશે, પરંતુ આ ત્યારસુધી સંભવ નહીં થાય કે જ્યાં સુધી પ્રત્યેક નાગરિક સમૃદ્ધ નહીં થાય, અને જેના માટે તેનું સહિષ્ણુ હોવું આવશ્યક છે.

Additional Information

Weight 170 kg
Dimensions 14 x 1.5 x 19 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Mane Sahishnuta Na Shikhvo – Bharat”

Your email address will not be published. Required fields are marked *